Site icon

બિહારમાં થયેલા રહસ્યમય વિસ્ફોટની તપાસ NIAને સોંપાઈ, જાણો વિગત

Pune Crime News: NIA raids in Pune city, Kondhwa in the news again in ISIS module case

Pune Crime News: NIA raids in Pune city, Kondhwa in the news again in ISIS module case

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

બિહારના બાંકા જિલ્લામાં એક મદરેસામાં અચાનક થયેલા બ્લાસ્ટના કેસની તપાસ હવે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. એજન્સીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને ટેક ઓવર કરી લીધી છે અને હવે આ મામલામાં કોઈ સ્લીપર સેલનો હાથ છે કે કેમ એ અંગે NIAએ તપાસ હાથ ધરી છે.

આ બ્લાસ્ટ દરમિયાન મદરેસામાં 33 વર્ષના મૌલાના અબ્દુલ મોબિનનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિ ઝારખંડની હોવાથી એજન્સીએ હવે પોતાની તપાસ ઝારખંડ સુધી લંબાવી છે. ફોરેન્સિક તપાસ ટીમને વિસ્ફોટકોના અંશ પણ મળ્યા છે. જેના કારણે હવે તપાસની જવાબદારી NIAને સોંપી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે? હવે યોગી આદિત્યનાથ અચાનક દિલ્હી પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે બાંકા જિલ્લાના એક મદરેસામાં વિસ્ફોટ થયો હતો. જેના પગલે બિહાર એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ની ટીમ પણ બાંકા પહોંચી હતી. આ વિસ્ફોટ જિલેટીનના કારણે થયો હોવાનુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યુ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં 10 લોકો હાજર હતા. વિસ્ફોટ ગ્રાઉન્ડ ફ્લોર પર થયો હતો અને જે રૂમમાં આ ધડાકો થયો હતો એ રૂમની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. ભાજપના સ્થાનિક ધારાસભ્ય હરિભૂષણ ઠાકોરે આરોપ લગાવ્યો છે કેમદરેસામાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી હોવાનું વિસ્ફોટથી પુરવાર થાય છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version