News Continuous Bureau | Mumbai
પક્ષમાં નારાજ નેતાઓનું સ્વગૃહમાં પાછા ફરવું સામાન્ય છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) દિગ્ગજ નેતા એકનાથ ખડસે(Eknath Khadse) ફરી એક વખત ભાજપમાં(BJP) જોડાઈ રહ્યા છે, એવી લાંબા સમયથી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેમાં પાછું તાજેતરમાં તેમણે પોતાની પુત્રવધુ રક્ષા ખડસે(Daughter-in-law Raksha Khadse) સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહની(Amit Shah) મુલાકાત લેવા દિલ્હી ગયા હતા. ત્યારથી ફરી એક વખત ખડસે ફરી ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી જોરદાર અફવા ઊડી છે. જોકે એકનાથ ખડસે આ તમામ વાતનું ખંડન કર્યું છે.
મીડિયા સાથે વાત કરતા એકનાથ ખડસેએ કહ્યું હતું કે કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે. મોદી વડા પ્રધાન છે. તેઓ બંને સાથે મારો જૂનો પરિચય છે. હું તેમને બંનેને અનેક વખત મળ્યો છું અને ભવિષ્યમાં પણ મળતો રહીશ. દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળવાનો છું. પરંતુ તેનો અલગ મતલબ કાઢવો નહીં. હું રાષ્ટ્રવાદીમાં છું, અને મારી પુત્રવધુ ભાજપની સાંસદ(BJP MP) છે, એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- કોર્ટમાં જજે મહિલા વકીલની છેડતી કરી- CCTV વાયરલ- હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કર્યા- જાણો વિગતે
તો એકનાથ ખડસેની વહુએ પણ બાદમાં આ બાબતે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેઓ અને એકનાથ ખડસે દિલ્હી અમિત શાહને મળવા ગયા હતા. પરંતુ શાહ બહુ વ્યસ્ત હોવાથી તેમની સાથે મુલાકાત થઈ શકી નહોતી.