News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં શિવસેનામાં(Shivsena) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે થયેલા બળવા અને પક્ષમાં પડેલા ભંગાણ બાદ શિવસેના માટે પોતાનું રાજકીય અસ્તિત્વ(political existence) ટકાવવા નવસેરથી મહેનત કરવી પડવાની છે. એવામાં ફરી એક વખત રાજકીય સ્તરે ચર્ચા સવાલો થઈ રહ્યા છે કે પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરે (Raj Thackeray) શું ફરી એક સાથે થઈ જશે? ચર્ચા થવાનું કારણ મનસે(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેના(Sharmila Thackeray) એક નિવેદન હોવાનું કહેવાય છે.
તાજેતરમાં શર્મિલા ઠાકરેના નિવદેન બાદ એવી અટકળો થવાની શરૂ થઈ ગઈ છે, કે રાજ ઠાકરે અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે કયારે સાથે આવશે. રાજ્યમાં શિવસૈનિકો(Shivsainik) અને મનસે સૈનિકોએ હંમેશાથી ઠાકરે ભાઈઓ ફરી એક થઈ જાય એવી ઈચ્છા રાખી છે. ખાસ કરીને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના(Shiv Sena President Bal Thackeray) નિધન બાદ લાખો શિવસૈનિકો અને મનસે સૈનિકોની ભાવના એવી રહી છે. પરંતુ આ નિર્ણય બે ભાઈઓ અને મહારાષ્ટ્રની પાર્ટીના પ્રમુખોએ લેવાનો છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો
શમિર્લા ઠાકરેને જ્યારે બંને ભાઈઓના એક થવા બાબતે સવાલ કરવામાં આવ્યો હતો કે ત્યારે તેમણે સાંકેતિક ભાષામાં કહ્યું હતું કે જો તેમની તરફથી ઓફર આવે છે તો જોવાશે. શર્મિલા ઠાકરેએ એવું પણ કહ્યું હોવાનું માનવામાં આવે છે કે જો બંને ભાઈઓ એક થાય છે તો ફાયદો થશે. પરંતુ તેઓ સહમત થશે કે તે કહેવાય નહીં. પરંતુ પહેલ તેમના તરફથી થવી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મનપા પર 30 વર્ષથી શિવસેના શાસન કરી રહી છે અને ફરી એક વખત શિવસેના પાલિકામાં સત્તા મેળવવા માગે છે. તો ભાજપ(BJP) શિવસેનાની તાકાત ઓછી કરીને મનપા કબજે કરવા માગે છે. શિવસેના માટે ભાજપ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. ભાજપને શિવસેના સામે બળવો કરનારા લોકોનું સમર્થન છે. તેથી એવામાં જો રાજ ઠાકરેનો સાથ અને સહકાર ઉદ્ધવને મળે છે તો મુંબઈ મહાનગરપાલિકા(BMC) જ નહીં પણ રાજ્યમાં પણ એક અલગ રાજકીય સમીકરણ જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી