Site icon

બળવાખોર એકનાથ શિંદે સામે આખરે ઉદ્ધવ ઠાકરેએ હાર માની- શું પક્ષની નિશાની ગુમાવવા માનસિક તૈયાર- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

શિવેસેના(Shivsena)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની સામે એક પછી એક અડચણો આવી રહી છે. એક એક કરીને ધારાસભ્યો(MLA), નગરસેવકો(Corporators) પક્ષ છોડીને શિંદે ગ્રુપ(Shinde group)માં જોડાઈ રહ્યા છે, ત્યારે હવે શિવસેનાને પોતાનું ચૂંટણી પ્રતિક પણ ગુમાવવું પડે એવો સંજોગો શિંદે ગ્રુપે ઊભા કરી દીધી છે. એક તરફ પક્ષમાં ગળતર રોકવાની તો બીજી તરફ પક્ષના સિમ્બોલ(party symbol)ને બચાવવાના પ્રયાસમાં ઉદ્ધવ લાગી ગયા છે. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને પક્ષની ધનુષબાણ (arrow and bow)ની નિશાની છીનવાઈ જાય તો અન્ય નિશાની સાથે લડવાની તૈયારી પણ રાખવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

શિવસેનાના બળવાખોર ધારાસભ્યો(Rebele MLAs)એ એકનાથ શિંદે(Eknath Shinde)ના નેતૃત્વ હેઠળ ભાજપ સાથે સરકાર બનાવ્યા પછી, શિવસેનાની ચૂંટણી નિશાની ધનુષ્ય બાણ પર પણ દાવો કરવાનું શરૂ કર્યું છે. ત્યારે પક્ષની નિશાની બળવાખોર જૂથને મળી ન જાય તે માટે  શિવસેનાના વરિષ્ઠ નેતાઓએ દોડધામ ચાલુ કરી દીધી છે. આ પૃષ્ઠભૂમિ પર ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકર્તા, નેતાઓ, શાખાઅધ્યક્ષોને ધનુષબાણની નિશાની હાથમાંથી જતી રહે તો અન્થય નિશાની સાથે લડવાની તૈયારી રાખવા કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત

એકનાથ શિંદેના બળવા પછી શિવસેનાએ માંગણી કરી હતી કે 16 ધારાસભ્યને અયોગ્ય ઠેરવવામાં આવે. ત્યારબાદ શિંદ જૂથે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહીને પડકારી હતી. 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી કરવામાં આવશે. આ સિવાય શિંદ જૂથે વિધાનસભાના નેતાના પદ પર અજય ચૌધરીની નિમણૂકને પણ પડકાર્યો છે. 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં અન્ય અરજીઓની સુનાવણી પણ કરવામાં આવવાની છે.

વિધાનસભામાં બળવાખોર જૂથે સંકેત આપ્યો છે કે અમારી શિવ સેના પાર્ટી સાચી છે અને શિવસેના ધનુષબાણ ના પ્રતીક પર દાવો પણ કર્યો છે. શિવસેના વિધાનસભાની લડાઇ સાથે કાનૂની લડત પણ લડી રહી છે. શિવ સેના નેતાઓની બેઠકો કાનૂની નિષ્ણાતો, મુંબઇ, દિલ્હીમાં વકીલો સાથે ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદાની લડાઇમાં નિષ્ફળ ગયા તો શું કરી શકાય તે માટે પણ પક્ષ તૈયારી કરી રહ્યું છે. જો ચૂંટણી નિશાની હાથમાંથી જતી રહી તો શિવ સેનાને આગામી મુંબઇ સહિત રાજ્યમાં મ્યુનિસિપલ અને જિલ્લા પરિષદની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે. શિવસેનાના મતદારો તેથી મૂંઝવણમાં રહે નહીં તે માટે ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકર્તાઓને મતદારો સુધી પહોંચવા કહ્યું છે. જોકે બીજી તરફ સંજય રાઉત અને પક્ષના અન્ય નેતાઓ એક જ દાવો કરી રહ્યા છે, તેમનો પક્ષ જ સાચો છે અને ધનુષબાણની  નિશાની પણ તેમની પાસે જ રહેશે. તેને કોઈ છીનવી નહી શકે.

રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ પ્રકરણમાં  જો પરિણામો એકનાથ શિંદેની તરફેણમાં લેવામાં આવે તો,તેમના નેતૃત્વની શિવસેના વિધિમંડળ પક્ષ બનશે. તે પછી, પાર્ટીમાં ઊભી તિરાડ નક્કી માનવામાં આવે છે. શિંદેને નગરસેવકો, કેટલાક સાંસદો પણ સમર્થન કરે એવી શક્યતા છે કે ઇલેક્શન કમિશન શિંદે ગ્રુપને શિવસેનાની  નિશાની ધનુષબાણ આપી દે. જો કે, સંઘર્ષ હજી ત્યાં પહોંચ્યો નથી. જો કે, એવું કહેવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરે શક્ય તૈયારીઓ કરી રાખી છે.  11 જુલાઈએ સુનાવણી શિવ સેના માટે મહત્વપૂર્ણ હતી, એમ તેમણે જણાવ્યું હતું.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version