ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં થવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસને હવે નવા બોસ મળી ગયા છે.
ગુજરાત કોંગ્રેસમા આ વખતે ઠાકોર સમાજના નેતાને કમાન સોંપવાને લઈને નિર્ણય લેવામા આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદ ચાલી રહ્યો હતો.
