ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર
જમ્મુ કાશ્મીરમાં તેજીથી વધી રહેલા કોરોનાના મામલાને જોતા રાજ્યના 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે.
આ કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આગામી આદેશ સુધી અમલમાં રહેશે.
એટલે કે બજારો, વ્યાપારિક સંગઠનોને હવે 9 વાગ્યાની પહેલા જ બંધ કરવું પડશે.
અગાઉ રાતે સાડા 10 વાગ્યાથી વધારે સમય સુધી પ્રતિષ્ઠાન ગતિવિધિઓ જારી રહેતી હતી.
મુખ્ય સચિવ ડો. અરુણ કુમાર મહેતા ની અધ્યક્ષતામાં બુધવારે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંક્રમણ દર વધવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂને બુધવારથી આગામી આદેશ સુધી અમલમાં મુકી દીધો છે.