ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મુંબઈમાં ભાજપ દ્વારા આયોજિત જન આશીર્વાદ યાત્રામાં કોવિડ નિયમોનો ભંગ થતા ઠાકરે સરકારે કડક પગલું ભર્યું છે.
ભાજપના કાર્યકરો સામે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
કાર્યકરો સામે શહેરના વિલે પાર્લે, ખેરવાડી, માહિમ, શિવાજી પાર્ક, દાદર, ચેમ્બુર અને ગોવંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
જોકે, અત્યાર સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલના સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે નીકળેલી આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.ઉપરાંત કેન્દ્રીય પ્રધાનનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.
