News Continuous Bureau | Mumbai
આગામી 2024ની લોકસભાની ચૂંટણી(Lok Sabha elections) પહેલા દેશના અનેક મોટા રાજકીય પક્ષો(Political parties) કમર કસી રહ્યા છે.
તેલંગાણાના મુખ્યમંત્રી(Telangana CM) કે ચંદ્રશેખર રાવે(K Chandrasekhar Rao) પણ રાષ્ટ્રીય પાર્ટી(National Party) શરૂ કરવાનું મન બનાવી લીધું છે.
CM કે ચંદ્રશેખર રાવના આ નવા રાજકીય પક્ષનું નામ(Name of political party) 'ભારતીય રાષ્ટ્ર સમિતિ'(Bharatiya Rastra Samiti) હોઈ શકે છે.
નવી પાર્ટીની જાહેરાત આ મહિનાના અંતમાં દિલ્હીમાં તેઓ કરી શકે છે.
આ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે તેઓ પાર્ટી માટે કારનું સિમ્બોલ પણ માંગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કે ચંદ્રશેખર રાવે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના(samajwadi party) વડા અખિલેશ યાદવ(Akhilesh Yadav) સાથે બેઠક કરી હતી અને વર્તમાન રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ પાડોશી રાજ્યમાં સંભવિત નવી લહેરની શરૂઆત- મુખ્ય સચિવ બીજી વખત આવ્યા કોરાનાની ચપેટમાં-થયા હોમ ક્વોરન્ટાઈન