ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના મામલે સર્જાયેલા વિવાદ બાદ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ છે.
હાઈકોર્ટે આ કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ સહિતના તમામ ધાર્મિક પ્રતીકો પહેરવા પર રોક લગાવી દીધી છે.
આ રોકમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો હાઈકોર્ટે ફરી ઈનકાર કરી દીધો છે.
હાઈકોર્ટમાં સિંગલ જજની બેન્ચે તેની સુનાવણીમાં કહ્યુ કે, ફુલ બેન્ચ હિજાબ પહેરવા પર વચગાળાની રોક લગાવી ચુકી છે ત્યારે સિંગલ બેન્ચ દ્વારા તેમાં કોઈ રાહત આપી શકાય નહીં.
ખાસ કરીને મામલાની સુનાવણી ચાલી રહી છે ત્યારે તો નહીં જ.
