News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પ્લેટફોમર્સ પર કોંગ્રેસ નેતા(Congress leader) રાહુલ ગાંધી(Rahul Gandhi)નો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ભાષણ(Speech) આપતા દેખાઈ રહ્યા છે. જો કે આ વીડિયોની ખાસ વાત એ છે કે, રાહુલ ગાંધી મૂશળધાર વરસાદ(heavy rain)ની વચ્ચે પણ ભાષણ આપી રહ્યા છે અને તેમને સાંભળનારા લોકો ત્યાંથી જરાં પણ ખસવાનું નામ નથી લેતા.
On the evening of Gandhi Jayanthi undeterred by a downpour in Mysuru, @RahulGandhi electrified a sea of people. It was an unequivocal declaration. No force can stop the #BharatJodoYatra from uniting India against hate, from speaking up against unemployment and price rise. pic.twitter.com/1cVSPBiew8
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 2, 2022
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ(Twitter) પર આ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું છે કે, અમને ભારત(India)ને એક કરતા કોઈ રોકી શકશે નહીં. ભારતનો અવાજ ઉઠાવતા અમને કોઈ રોકી શકશે નહીં. કન્યાકુમારીથી (Kanyakumari)લઈને કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) ને કોઈ નહીં રોકી શકે.
આ સમાચાર પણ વાંચો : જમીન પર ગોળી ચલાવી અને આસમાનમાં વિમાન વિંધાયું- બધાના જીવ તાળવે ચોંટયા- જાણો વિગતે
કોંગ્રેસ(Congress)ની ‘ભારત જોડો યાત્રા’ના 25માં દિવસે કર્ણાટક(Karnataka)ના મૈસૂરમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન મૈસૂરમાં કોંગ્રેસ નેતા તથા સાંસદ રાહુલ ગાંધીએ ભારે વરસાદમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.