કાશી વિશ્વનાથ ધામમાં હવે ઉઘાડા પગે નહીં કરવી પડે ડ્યુટી, PMની પહેલ પર દિલ્હીથી આવ્યા આ ખાસ પગરખાં; જુઓ તસવીરો જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન ભોલેનાથની નગરી કાશી પ્રત્યે એક અલગ જ લગાવ છે. હાલમાં જ પીએમ મોદીએ કાશીના લોકોને વિશ્વનાથ કોરિડોરની મોટી ભેટ આપી હતી. હવે ઠંડીના વધતા પ્રકોપ વચ્ચે પીએમએ ફરી એકવાર બાબા વિશ્વનાથની સેવામાં લાગેલા પોલીસકર્મીઓ, સેવાકર્મીઓ અને પૂજારીઓ સહિત અન્ય કર્મચારીઓ માટે ખાસ ભેટ મોકલી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પીએમએ કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ઉઘાડા પગે ફરજ બજાવતા કર્મચારીઓની સમસ્યાને ધ્યાનમાં લીધી છે.

PM મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા લોકો માટે 100 જોડી જ્યુટ એટલે કે, શણના પગરખાં મોકલ્યા છે. જેનું શાસ્ત્રી, પુજારી, સીઆરપીએફના જવાનો, પોલીસકર્મી, સેવાદાર અને સફાઈકર્મીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ચામડા કે રબરના ચપ્પલ પર પ્રતિબંધ છે અને ચાખડી (લાકડાંના પગરખાં) પહેરીને કામ કરવું સૌ માટે શક્ય નથી.

આવી સ્થિતિમાં સુરક્ષાકર્મીઓને કડકડતી ઠંડીમાં ઉઘાડા પગે કામ કરવાના કારણે જે મુશ્કેલીઓ પડી રહી હતી, તેમાં હવે ઘણી હદ સુધી રાહત મળશે. કાશી વિશ્વનાથ ધામ પરિસરની અંદર આ પગરખાંઓનો ઉપયોગ કરવામાં આવશે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More