ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
હાલ મહારાષ્ટ્રમાં પંઢરપુર ખાતે વિધાનસભાની એક સીટ પર ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ એકઠા થઈને એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આવા સમયે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક સૂચક નિવેદન આપ્યું છે.
તેમણે પોતાની જનસભામાં કહ્યું કે મહારાષ્ટ્રની સરકાર ક્યારે બદલવાની છે તે પ્રશ્ન તમે મારા પર છોડી દો. હું બહુ જલદી આ પ્રશ્નનો ઉત્તર આપી દઈશ.
સાથે જ તેમણે એનસીપી પર ગંભીર આરોપ લગાડી ને કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓ એ રેન્ડેસિવર દવાનો સ્ટોક ભરીને રાખ્યો છે.
બ્રેકિંગ ન્યુઝ : ભારત દેશમાં હવે ત્રીજી કોરોના વેક્સિન ને મંજૂરી. જાણો વિગત.
