મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પર્યટન સ્થળ લોનાવાલામાં વીકેન્ડ દરમિયાન લોકોની ભીડ જમા ન થાય તે માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે. આથી હવે અહીં એક સાથે પાંચ લોકો જમા થઈ શકશે નહીં.
આ ઉપરાંત ધોધના એક કિલોમીટરના વિસ્તારમાં વાહનોની બંધી કરવામાં આવી છે.
કોરોના નિયમો હળવા થતા પર્યટન સ્થળ અને હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ઉમટતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.