કેરળની કૉમ્યુનિસ્ટ સરકાર ગુનેગારોથી ભરેલી છે; જાણો કોની સામે કેટલા ગુના છે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
કેરળમાં વધુ એક વખત ચૂંટાઈ આવેલી કૉમ્યુનિસ્ટ સરકારમાં પ્રધાન બનેલા ૬૦ ટકા જેટલા પ્રધાનો સામે ક્રિમિનલ કેસ છે. આશરે ૨૫ ટકા એવા ગુનેગારો છે જેમની સામે ગંભીર ગુના નોંધાયા છે. આ ઉપરાંત ૧૩ પ્રધાનો એવા છે જે કરોડપતિ છે. ઍસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR દ્વારા આ સંદર્ભે રિપૉર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં કુલ ૨૧ પ્રધાનોએ શપથ લીધા છે.
ખરો ફસાયો મેહુલ ચોકસી, હવે ભારત આવશે? હાલ પોલીસના કબજામાં… જાણો વિગત
કેરળની કૉમ્યુનિસ્ટ સરકાર એવો દાવો કરે છે કે તેઓ સ્વચ્છ અને સાફ પ્રશાસન અને સરકાર આપે છે, પરંતુ આ દાવાઓ અત્યારે પોકળ ઠર્યા છે.
