Site icon

મ્હાડાએ સતત બીજા વર્ષે મકાનનો ડ્રૉ રદ કર્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મ્હાડાના મુંબઈ બોર્ડ દ્વારા જણાવાયું છે કે સતત બીજા વર્ષે લૉટરીના ઘર સતત બીજા વર્ષે આપવામાં આવશે નહીં. બોર્ડના ઉચ્ચ અધિકારીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું છે કે બોર્ડ પાસે પૂરતાં મકાનો ન હોવાથી આ વર્ષે મ્હાડાની લૉટરી કાઢવી મુશ્કેલ છે. જે લોકો આ લકી ડ્રૉની કાગડોળે રાહ જોતા હતા, તેમણે હવે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.

એકંદરે રાજ્યભરના નાગરિકો મ્હાડાના આ લકી ડ્રૉની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકેછેલ્લા કેટલાંક વર્ષોમાં, બોર્ડને જમીન ઉપલબ્ધ ન હોવાના કારણે ખૂબ ઓછાં મકાનો માટે ડ્રૉ થયો હતો. અગાઉ 2019માં બોર્ડ દ્વારા ડ્રૉ કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગયા વર્ષે ડ્રૉ યોજાયો ન હતો. હવે ચાલુ વર્ષે લગભગ એક હજાર મકાનોનો ડ્રૉ કરવાની તૈયારી મ્હાડાએ શરૂ કરી દીધી હતી, પરંતુ સફળતા મળી નથી.

શરદ પવાર સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એ પાંચ કરોડ રૂપિયાના જોગિંગ ટ્રેક પર પાર્ક કરી દીધી ગાડીઓ. ખેલાડીઓ ને નુકસાન, નેતાઓની બેદરકારી. કેન્દ્ર સરકાર ની લાલ આંખ. જાણો આખો મામલો શું છે

ઉલ્લેખનીય છે કે પહાડી ગોરેગાંવ ખાતે આશરે 4,000 મકાનો નિર્માણાધીન છે. આ બિલ્ડિંગોનું નિર્માણ આવતા વર્ષે પૂર્ણ કરવામાં આવશે. એથીબોર્ડ આગામી વર્ષમાં યોજાનારા ડ્રૉમાં આ ઘરોને સામેલ કરવા માગે છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version