Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે-હવે ધારાસભ્યો માત્ર ઝુંપડપટ્ટીમાં નહીં પરંતુ હાઉસિંગ સોસાયટીઓમાં પણ ફંડ વાપરી શકશે- જાણો મહારાષ્ટ્ર સરકારના લેટેસ્ટ જી-આર વિશે

News Continuous Bureau | Mumbai 

પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મરણિયા પ્રયાસમાં રહેલી મહાવિકાસ આઘાડીની સરકારે(Mahavikas Aghadi Government) તાજેતરમાં એક બહુ અગત્યનો જી.આર.(GR) બહાર પાડ્યો છે, તેનાથી મુંબઈની તમામ હાઉસિંગ સોસાયટીઓને(housing societies) પણ હવે ફાયદો થશે.

Join Our WhatsApp Channel

એમ તો વિધાનસભ્ય ફંડનો (MLA ફંડ) ઉપયોગ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં(Urban and rural area) સાર્વજનિક સ્થળો(Public places) પર કરવામાં આવે છે પરંતુ હવે તેનો ઉપયોગ હવે નાની, મોટી હાઉસિંગ સોસાયટીમાં પણ કરી શકાશે. તેને લઈને સરકારે જી.આર બહાર પાડ્યો છે. ભાજપના(BJP) વિધાનસભ્ય સંજય કેલકર(Sanjay Kelkar) સતત તેની માગણી કરી રહ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રની રાજકીય કટોકટી પહોંચી સુપ્રીમમાં-  ઉદ્ધવ અને શિંદે તરફથી સુપ્રીમ કોર્ટમાં પીઢ વકીલોની ફોજ-  જાણો કોણ કોની તરફેણ કરશે

મહારાષ્ટ્રમાં 1.12 લાખ રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીઓ(Registered Housing Societies) છે, જેમાં એક તૃતીયાંશ એટલે કે લગભગ 34,000 મુંબઈ, થાણે જિલ્લામાં છે. હવે મહારાષ્ટ્ર સરકારના(Maharashtra Govt) આ નિર્ણયથી સોસાયટીના વિકાસ કામમાં(development work) પણ MLA ફંડનો ઉપયોગ થઈ શકશે.

MLA ફંડથી અનેક નાની હાઉસિંગ સોસાયટીમાં(Small Housing Society) રહેલી આર્થિક સમસ્યાને કારણે સુવિધા ઉપલબ્ધ નહોતી કરી શકાતી તે હવે આ ફંડથી કરી શકાશે. મુખ્યત્વે સોસાયટીની અંદર ફૂટપાથ, બેસવાની વ્યવસ્થા વગેરે કરી શકાશે. એ સિવાય લાઈટિંગ, રસ્તા અને કોમ્યુનિટી સેન્ટર માટે પણ કરી શકાશે એવો નિષ્ણાતોનો દાવો છે.
 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version