News Continuous Bureau | Mumbai
મુંબઈ-આગ્રા હાઈવે(Mumbai-Agra Highway) પર મુંબઈથી મુંબઈ તરફ આવતા-જતા વાહનોને(Vehicles) કારણે થાણેના(Thane) આંતરિક ભાગમાં થતી ટ્રાફિકની સમસ્યામાંથી(Traffic problems) થાણેકરોને છુટકારો મળે એવી શક્યતા છે. થાણેના આનંદનગરથી સાકેત સુધીનો 6.30 કિમી લાંબો એલિવેટેડ રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે(Eastern Expressway) પર બનાવવાની યોજના છે, જેથી કરીને મુંબઈથી નાસિક જતા વાહનોને શહેરમાંથી પસાર થવું ન પડે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ રિપોર્ટ(Project Report) અને કન્સલ્ટન્ટની(Consultant) નિમણૂક કરવામાં આવવાની છે.
હાલમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર મુંબઈથી થાણે તરફ આવતા વાહનો શહેરના રસ્તા પરથી આનંદનગર થઈને નાસિક(Nasik) તરફ જાય છે. ઘોડબંદર રોડ(Ghodbandar Road) તરફ જતા વાહનો પણ ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. આ રસ્તા થાણેમાંથી પસાર થતા હોવાથી ચિક્કાર ટ્રાફિક હોય છે.
આ સમાચાર પણ વાંચો : સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.
મુંબઈથી નાગપુર(nagpur) સમૃદ્ધિ હાઈવે આવતા વર્ષે ટ્રાફિક માટે ખોલવામાં આવશે. આ રોડ થાણે માંથી પસાર થતો હોવાથી મુંબઈ જતા વાહનોને થાણે માંથી પસાર થવું પડશે. તેમ જ થાણેમાં ગાયમુખથી સાકેત પાસે કોસ્ટલ રોડનું(Coastal Road) કામ પણ શરૂ થવાનું છે. જ્યારે આ રોડ પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાંથી(Gujarat) આવતા વાહનો પણ થાણે પહોંચશે. તેથી ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની(Traffic Jam) મોટી સમસ્યા સર્જાશે.
ભવિષ્યમાં આ સમસ્યાના નિરાકરણ માટે આનંદનગરથી સાકેત સુધી એલિવેટેડ થ્રી લેન રોડ બનાવવામાં આવશે. તેના પર અંદાજે 1600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. MMRDA એ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટને અપાયા આ આદેશ..
MMRDAએ ચેમ્બુર(Chembur) નજીકના છેડાનગરથી થાણેના આનંદનગર સુધી ઈસ્ટર્ન ફ્રીવેને(Eastern Freeway) લંબાવવાની યોજના બનાવી છે. જો એવું થયું તો દક્ષિણ મુંબઈથી(South Mumbai) નીકળતા વાહનો ઈસ્ટ ફ્રીવેથી વગર રોકાયે થાણે પહોંચી શકશે. ઉપરાંત, આનંદનગરથી સાકેત એલિવેટેડ રોડના નિર્માણ બાદ વાહનો રોકાયા વિના દક્ષિણ મુંબઈથી સીધા સાકેત પહોંચી શકશે.