Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં મનસે બનશે કોરોના સ્પ્રેડર? મહારાષ્ટ્ર સરકારના પ્રતિબંધ બાદ પણ થાણેમાં મનસે કરશે આ તહેવારની ઉજવણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોનાની ત્રીજી લહેરના જોખમને પગલે કેન્દ્ર સરકારે તહેવારોની ખાસ કરીને દહીંહાંડીના ઉત્સવની ઉજવણી સામે ચેતવણી આપી છે. એને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી રદ કરી નાખી છે. છતાં સરકારના આ આદેશનું ઉલ્લંઘન કરીને થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મોટા પાયા પર દહીંહાંડીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. એથી રાજ્યમાં માંડ નિયંત્રણમાં આવેલો કોરોના ફરી માથું ઊંચકે એવો ભય છે.

દર વર્ષે આખા થાણેમાં મોટા પાયા પર કરોડો રૂપિયાના ઇનામ સાથેની મોટા પાયા પર દહીંહાંડીના કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે. અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ કરોડો રૂપિયાના ઇનામની લ્હાણી કરતા હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે ગયા વર્ષથી દહીંહાંડીની ઉજવણી પર પ્રતિબંધ આવી ગયો છે. આ વર્ષે પણ કેન્દ્ર સરકારની સૂચનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં થાણેમાં મનસેએ સરકારના આદેશને ઘોળીને પી જઈને દહીંહાંડીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે.સ્થાનિક મનસેના નેતા દ્વારા તેમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલા અને પુરુષોનાં ઘણાં મંડળોએ રજિસ્ટ્રેશ પણ કરાવી લીધાં હોવાનો દાવો કર્યો છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવાનો અજબ દાવો પણ મનસેએ કર્યો છે. ત્યારે દહીંહાંડીમાં સેકંડો લોકોની ભીડ થતી હોય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કેવી રીતે થશે એ આશ્ચર્યજનક બાબત છે. 

તો શું મહારાષ્ટ્રમાં ફરી નાઇટ કર્ફ્યુ લાગુ પડશે? આ પ્રધાને આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો વિગત

પોલીસે જોકે મનસેની આ જાહેરાત સામે આંખ લાલ કરી છે. દહીંહાંડીના કાર્યક્રમનું આયોજન કર્યું તો કાયદાકીય પગલાં લેવાની ચેતવણી પણ પોલીસે આપી હોવાનું કહેવાય છે.

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version