ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 8 એપ્રિલ 2021.
ગુરૂવાર.
દેશમાં વધતાં કોરોના ના પ્રકોપથી બચવા ઘણા બધા રાજ્યોનાં મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢ પછી આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પોતાના રાજ્યમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં વધતાં કોરોના સંકટથી બચવા બુધવારે એક તત્કાલીન બેઠક યોજી હતી અને આ બેઠક બાદ તેમણે પ્રદેશમાં આંશિક લોકડાઉનનો નિર્દેશ કર્યો છે. મધ્ય પ્રદેશ રાજ્યોના દરેક શહેરમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. તે ઉપરાંત 8 એપ્રિલ ગુરુવારથી રાત્રે 10 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું પણ લગાવી દેવામાં આવ્યો છે. તદુપરાંત સરકારી ઓફિસો આવતા ત્રણ મહિના સુધી અઠવાડિયાના પાંચ દિવસ સુધી જ ખુલ્લી રહેશે. જ્યારે શનિવાર અને રવિવારે દરેક ઓફિસો સંપૂર્ણ રીતે બંધ રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે યોજેલી બેઠકમાં ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની સંમતિથી લોકડાઉનનો નિર્ણય લીધો હતો.
પરદેશથી આવતા પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરી નવી ગાઇડલાઇન. જાણો વિગત….
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના બીજા 13 શહેરોમાં વિકેન્ડ લોકડાઉન લાગુ થઈ શકે છે.