મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારના 'પતન' માટે હજુ વધુ એક સમયમર્યાદા નક્કી કરતા, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ આજે નવો દાવો કર્યો છે 

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર લાંબો સમય ટકશે નહીં. તે જલ્દી પડી જશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બીમાર છે, તેથી હું તેમના વિશે વાત કરવા માંગતો નથી. 

ગત સપ્તાહે 61 વર્ષીય શિવસેના સુપ્રીમોએ તેમની કરોડરજ્જુની નાની સર્જરી કરાવી હતી અને તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે ગઠ બંધન તોડીને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહા વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.

જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ આટલા લાખથી વધુ કેસ આવ્યા સામે; જાણો વિગતે
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More