News Continuous Bureau | Mumbai
શિવસેના પાર્ટી(Shivsena) ના 40 ધારાસભ્યોએ હવે સુરત(Surat)થી છેડો ફાડી નાખ્યો છે. તેઓ અમદાવાદ(Ahmdabad) અથવા ગાંધીનગર(Gandhinagar) નથી ગયા પરંતુ તેઓ સીધા ગોવાહાટી(Guvahati) પહોંચ્યા છે. અહીં તેમણે એક હોટેલમાં મુકામ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર શિવસેના(SHivsena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની કોઈ પકડ નથી. અહીં શિવસેનાના નામે એક ચકલું પણ ઉડે તેમ નથી. આ પરિસ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) ફિઝિકલી દુર ગયેલા પોતાના ધારાસભ્યો સામે પોલીસ યંત્રણાનો કોઈ ખાસ ઉપયોગ કરી શકે તેમ નથી.
ગુવાહાટીમાં પહોંચ્યા બાદ તેમને પૂર્ણ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. તેમ જ અહીંથી શિવસેના નારાજ ધારાસભ્યો આગળનો નિર્ણય લેશે.