News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) હાલ વરસાદ(Rain) વિરામ લીધો છે, છતાં મહાબળેશ્વર તાલુકામાં(Mahabaleshwar Taluk) છેલ્લા થોડા દિવસથી મોટા પ્રમાણમાં ભેખડ ધસી(landsliding) પડવાનું ચાલુ છે. તેને કારણે આજે સતારા-મહાબળેશ્વર ઘાટમાં (Satara-Mahableswar ghat) રસ્તા પર મોટા પ્રમાણમાં ભેખડો ધસી પડી હતી. તેને કારણે સતારા-મહાબળેશ્વર રસ્તો સંપૂર્ણપણે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
સતારા જિલ્લાના છેલ્લા ચાર મહિનાથી મુશળધાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે પણ સતારામાં સતત વરસાદ ચાલુ જ છે. એમ પણ મહાબળેશ્વર –સતારા ઘાટનો રસ્તો હંમેશાથી ટ્રાફિક માટે માથાનો દુખાવો જ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો :ગજબ કેવાય- મુંબઈગરાઓએ એક જ વર્ષમાં શહેરમાં આટલા નવા કુવા બનાવી નાંખ્યા
તેવામાં શુક્રવારના સવારના પહોરમાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના બાદ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેથી અહીં વાહનોની લાંબી લાઈન લાગી છે. ભેખડ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તેને ખાસ્સો સમય લાગવનાનો છે.
ઘાટના આ રસ્તામાં સતત ભેખડ ધસી પડવાના બનાવ બનતા હોય છે. તેથી ચોમાસાના ચાર મહિના દરમિયાન ઓછામાં ઓછું દસથી બાર વખત રસ્તો બંધ જ રહેતો હોય છે.