ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત 15 દિવસમાં મુંબઈમાં કોરોના જેટલા કેસ નોંધાયા હતા તેના કરતા વધુ કેસ નાગપુરમાં નોંધાયા છે. પરિણામ સ્વરૂપ મહારાષ્ટ્ર સરકારે હવે સૌથી અંતિમ પગલું ભર્યું છે. નાગપુરમાં હવે ૭ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ બિલકુલ એ પ્રકારનું લોકડાઉન છે જેવું પહેલાં કરવામાં આવ્યું હતું. 15મી માર્ચથી શરૂ કરીને 21 તારીખ સુધી એટલે કે સાત દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની સેવાઓ ને જ ગતિવિધિઓની છૂટ રહેશે. આ સિવાય અન્ય તમામ પ્રકારની ગતિવિધિઓ પૂર્ણપણે બંધ રહેશે.
શું મુંબઈમાં ફરી લોકડાઉન?? બીએમસી કમિશનરે કરી સ્પષ્ટતા. જાણો વિગતે