News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Mahrashtra)માં ચાલી રહેલી ઉથલપાથલમાં આખરે હવે ભારતીય જનતા પાર્ટી(BJP) ખુલીને સામે આવી છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari) સાથે મંગળવારે મોડી રાતે મુલાકાત કરીને ભાજપે ફ્લોર ટેસ્ટ(Floor test)ની માંગણી મૂકી છે.
દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સહિત ભાજપના નેતાઓએ રૂબરૂ મળી સરકારે બહુમતી ગુમાવ્યાની જાણ કરતો પત્ર રાજ્યપાલને સોંપ્યો છે
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે, અમે રાજ્યપાલને તાત્કાલિક ફ્લોર ટેસ્ટ માટે પત્ર સોંપ્યો છે.
આ અગાઉ, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં દિવસભર પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મસલતો કરી વૈકલ્પિક સરકારની બ્લૂપ્રિન્ટને આખરી ઓપ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સોનાના દાગીના આંચકી ભાગી જનારો ચોરટો પકડાયો- બોરીવલી એમ એચ બી પોલીસની ઉલ્લેખનીય કામગીરી-જાણો વિગત