News Continuous Bureau | Mumbai
હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. મરાઠી રાજભાષા બિલને આજે વિધાનસભામાં સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે. તેથી, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની દરેક કચેરીમાં મરાઠી ભાષા ફરજિયાત રહેશે. એટલું જ નહીં રાજ્યમાં કેન્દ્રીય કાર્યાલયમાં પણ મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે.
કેન્દ્રની રાજ્ય કચેરીઓમાં પણ મરાઠી ભાષાને ફરજિયાત બનાવવામાં આવશે અને આ બિલનો કડક અમલ કરવામાં આવશે. મરાઠી ભાષા મંત્રી સુભાષ દેસાઈએ આ ખાતરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે આ તમામ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યની વિધાનસભામાં અદાણી હાય હાયના નારા લાગ્યા. જાણો શું છે મામલો.
વિપક્ષે પણ લોકલ ઓથોરિટી ઓફિશિયલ લેંગ્વેજ બિલને સમર્થન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. તમામ સરકારી અને મ્યુનિસિપલ ઓફિસોમાં મરાઠી ભાષા કામકાજની ભાષા હશે, પરંતુ તેને સરકારી હેતુઓ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાની છૂટ છે, એમ શેલારે જણાવ્યું હતું. આ દરમિયાન સુભાષ દેસાઈએ વિપક્ષ દ્વારા કરાયેલા તમામ સૂચનોને આવકાર્યા હતા ને કહ્યું કે હવે રાજ્યની કચેરીથી લઈને રાજ્ય સુધીની તમામ કચેરીઓમાં મરાઠી ભાષા ફરજિયાત રહેશે.
આમ તો રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં મરાઠી ભાષામાં જ કામકાજ કરવાનો કાયદો છે. છતા તેની અમલ બજવણી થતી ન હોવાની ફરિયાદો આવતી હોય છે. તેથી તેની ગંભીર નોંધ લઈને રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને જુદી જુદી ઓથોરિટીમાં કામકાજ અને જનસંવાદ વધારવા માટે આ બિલનો આધાર લેવાની છે.