276
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAએ પ્રિન્ટેડ પેપરમાં ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ અંગે FDAએ દ્વારા આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખાદ્ય સામગ્રી પ્રિન્ટેડ પેપરમાં વેચવી નહીં.
કારણ કે તેની શાહી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે અને તેનાથી કેન્સર સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
રાજ્યના તમામ વેપારીઓને આવા કોઈપણ પ્રિન્ટેડ પેપરમાં ખાદ્યપદાર્થો આપવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ખાસ કરીને વડાપાવ, પૌંવા, મીઠાઈ અને ભેળ જેવી વસ્તુઓ. સામાન્ય રીતે ફેરી અને રેકડીઓ પર પ્લેટને બદલે કાગળનો ઉપયોગ થાય છે.
આદેશ મુજબ આવો સામાન આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
You Might Be Interested In