Site icon

આખેઆખી શિવસેના પર કબ્જો કરવા એકનાથ શિંદેએ અમલમાં મુકી આ રણનીતિ-સાંસદ-ધારાસભ્યો બાદ હવે આ લોકોને ફોડશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath shinde) શિવસેનાના ધારાસભ્યો(Shivsena MLA) અને સંસદસભ્યોને ફોડ્યા બાદ હવે શિવસેનાના મૂળ પક્ષને વિભાજિત કરવાની ચાલ રમી છે. તે માટે શિંદેએ(Eknath shinde) પગલાં ઊંચકવાનું ચાલુ કરી દીધું છે. જો શિવસેનાની 282 સભ્યોની પ્રતિનિધિ સભામાં(representative assembly) ફૂટ પાડવામાં આવે તો રાષ્ટ્રીય કાર્યકારિણી(National Executive) પર દાવો કરી શકાય એ માટે પોતાનો પ્લાન અમલમાં મૂકવાની શિંદેએ યોજના અમલમાં મૂકી હોવાનું કહેવાય છે.

શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સતત એવો દાવો કરી રહ્યા છે કે ધારાસભ્ય-સાંસદ(MLA-MP) ભલે ફૂટ્યા હોય, પણ અમારી પાર્ટીમાં વિભાજન(Party split) નથી થયું, પદાધિકારીઓ અને મારા શિવસૈનિકો (Shiv Sainiks) મારી સાથે છે. આથી શિંદેએ હવે સંગઠનમાં ભાગલા પાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો શિંદે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ(Shinde House of Representatives) ના 188 સભ્યોને પોતાની તરફ ફેરવે છે, તો સમગ્ર પક્ષમાં ઊભી ફાંટનો દાવો મજબૂત થશે. શિવસેનાના બંધારણમાં(Shiv Sena constitution) 'શિવસેના પ્રમુખ થી શાખા પ્રમુખ' સુધી કુલ 13 પદ છે. મુંબઈમાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા વડાઓ(District Heads), જિલ્લા સંપર્ક વડાઓ અને વિભાગોના વડાઓની પ્રતિનિધિ સભા છે. પ્રતિનિધિ સભામાં કુલ 282 સભ્યો છે. જો શિવસેનાની 282 સભ્યોની પ્રતિનિધિ સભામાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ, એટલે કે 188 સભ્યો, શિંદે જૂથને સમર્થન આપે છે, તો ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડી શકે છે. શિંદે જૂથ દાવો કરી રહ્યું છે કે આ 188 સભ્યોને ફોડી નાખ્યા છે.  તે મુજબ, આ સભ્યોની નવી નોંધણી એકનાથ શિંદેના સરકારી બંગલા 'નંદનવન' ખાતે ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનામાં ગળતર ચાલુ જ-સવારે આદિત્ય ઠાકરેની સભામાં જોડાયેલા પદાધિકારીઓનું સાંજે શિવસેનાને  ટાટા-બાય બાય

બીજી તરફ, શિંદે જૂથ દ્વારા કેટલીક ટીમો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ટીમો દ્વારા એકનાથ શિંદે જૂથમાં ભાગ લેવા માંગતા જિલ્લા પ્રમુખ, જિલ્લા પરિષદના સભ્યો(District Council Members) અને કોર્પોરેટરોની(Corporators) નોંધણી ચાલુ છે. આમાંથી ઘણા શિવસેનાની પ્રતિનિધિ સભાનો ભાગ છે

MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Exit mobile version