News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે(Uddhav Tachekray)ની સરકાર(Govt) ઉથલાવી બળવાખોર શિંદે(Eknath Shinde)એ સરકાર બનાવી દીધી છે, બીજી તરફ એક મહિના કરતા વધુ સમય બાદ કેબિનેટનું વિસ્તરણ(Cabinet expansion) થયું હતું. દરમિયાન શિંદે સરકાર(Shinde Govt)ના મંત્રીમંડળ(Cabinet)માં ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને એમઆરડીસી અને શહેરી વિકાસ વિભાગની જવાબદારી મળી છે જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મહત્વનો ગૃહ અને નાણાં મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.
અન્ય 17 મંત્રીઓના ખાતા નીચે મુજબ છે…
1- રાધાકૃષ્ણ વિખે પાટીલ- મહેસૂલ, પશુપાલન અને ડેરી વિકાસ,
2- સુધીર મુનગંટીવાર- વન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મત્સ્યોદ્યોગ
3- ચંદ્રકાંત પાટીલ- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાપડ ઉદ્યોગ અને સંસદીય બાબતો
4- ડૉ. વિજયકુમાર ગાવિત- આદિજાતિ વિકાસ
આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ
5- ગિરીશ મહાજન- ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ, તબીબી શિક્ષણ, રમતગમત અને યુવા કલ્યાણ.
6- ગુલાબરાવ પાટીલ- પાણી પુરવઠો અને સ્વચ્છતા
7- દાદા ભૂંસે- બંદર અને ખાણ
8- સંજય રાઠોડ- ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન
9- સુરેશ ખાડે- શ્રમ મંત્રાલય
10- સંદીપન ભુમરે- રોજગાર ગેરંટી યોજના અને બાગાયત
11- ઉદય સામંત- ઇન્ડસ્ટ્રીઝ
12- તાનાજી સાવંત- જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
આ સમાચાર પણ વાંચો : કાકરાપાર ડેમ રંગાયો આઝાદી કા અમૃત મહોત્સવના રંગે- પાણીમાં પણ જાણે દેશપ્રેમનો ધોધ વહ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો
13- રવિન્દ્ર ચવ્હાણ- જાહેર બાંધકામ (જાહેર સાહસો સિવાય), અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા
14- અબ્દુલ સત્તાર- ખેતી
15- દીપક કેસરકર- શાળાકીય અને મરાઠી ભાષા
16- અતુલ સેવ- સહકારી, અન્ય પછાત વર્ગો અને બહુજન કલ્યાણ
17- શંભુરાજ દેસાઈ- રાજ્ય આબકારી જકાત
ઉલ્લેખનીય છે કે, ગત 9 ઓગસ્ટના રોજ શિંદે કેબિનેટમાં કુલ 18 મંત્રીઓએ શપથ લીધા હતા, જેમાં ભાજપના ક્વોટાના નવ અને શિંદે જૂથના નવ મંત્રીઓનો સમાવેશ થાય છે. શિંદે કેબિનેટ વિસ્તરણમાં કોઈ મહિલા નેતાને મંત્રી બનાવવામાં આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : જે કોઈ વ્યક્તિ તિરંગા સાથે પોતાનો ફોટો અપલોડ કરી રહી છે તેને ભારત સરકાર આપે છે સર્ટીફીકેટ- કઈ રીતે મેળવશો સર્ટીફીકેટ- સ્ટેપ બાય સ્ટેપ જાણો અહીં