ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં અત્યારે રેમડેસિવર ઇન્જેક્શન ની તીવ્ર અછત વર્તાઈ રહી છે. આની પાછળનું પ્રમુખ કારણ મહારાષ્ટ્ર સરકારની નીતિઓ જવાબદાર છે. મહારાષ્ટ્રમાં પણ આ દવાનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે જ્યારે આ દવા ની ખેંચ મહેસુસ થઇ ત્યારે રાજ્ય સરકારે કાયદાની લાકડીઓ ઉગામી અને તેના ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી ઘટાડીને 3200 કરવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી તેની કિંમત વધુ ઘટી ગઈ અને માત્ર પંદરસો રહી જવા પામી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રેમડેસિવર જે કિંમતે મળે છે તેના કરતાં મોંઘી કિંમતે અન્ય રાજ્યોમાં આ દવા મળે છે. આથી આ દવા મહારાષ્ટ્ર કરતાં અન્ય રાજ્યમાં વધુ સપ્લાય કરવામાં આવી. બીજી તરફ રેમડેસિવર ની એક્સપાયરી ડેટ માત્ર છ મહિનાની છે. આથી દુકાનદારો થી માંડીને હોસ્પિટલો સુધી સર્વે કોઈએ આ દવા ખરીદી નહીં. તેમજ તેનો સ્ટોક પણ ન બનાવ્યો.
'અબ આયા ઉંટ પહાડ કે નીચે' અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત
આજથી એક મહિના અગાઉ આ દવા બજારમાં ઉપલબ્ધ હતી તે સમયે કોઈ તેનો ભાવ પણ નહોતું પૂછતું. હવે માંગ વધી ગઈ છે ત્યારે આ દવા જોઈએ છે અને તે ઉપલબ્ધ નથી.