Site icon

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોરોનાની એન્ટ્રી- રાજ્યપાલ બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના પોઝિટિવ-  જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)માં બળવાને લઈને મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મીડિયા પ્રસારિત અહેવાલો મુજબ કોંગ્રેસ નેતા કમલનાથ-નાના પટોલે કહ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ(CM Uddhav Thackeray tests positive for Covid-19) આવ્યો છે. તેઓ કોંગ્રેસના નેતા કમલનાથ(Kamalnath)ને પણ મળ્યા નથી. જો કે,સૂત્રોના જણાવ્યા અનુસાર CM ઉદ્ધવ ઠાકરેનો એન્ટિજન ટેસ્ટ(Antigen test) કોરોના પોઝિટિવ(positive) આવ્યો છે પરંતુ RTPCR ટેસ્ટ નેગેટિવ(negative) આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  હવે શિવસેનાના આ દિગ્ગજ નેતાની આજકાલમાં ધરપકડ થાય તેવી શક્યતા- શિવસેનામાં ખળભળાટ

આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshiyari) કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેઓને હાલ સારવાર અર્થે દક્ષિણ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ(Reliance Foundation Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો(MLAs) સાંસદો(MPs)ની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજકીય સંકટને લઈને ચર્ચા થશે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version