મહારાષ્ટ્રના તમામ ડેમના જળાશયોમાં 40,779.22 મિલિયન ક્યુબિક મીટરની પાણી સ્ટોક ક્ષમતા છે.
હાલમાં ઉપયોગી પાણીનો સંગ્રહ ફક્ત 11,927.23 મિલિયન ક્યુબિક મીટર છે.
આમ, હાલમાં મહારાષ્ટ્રના જળાશયોમાં 29.25% પાણીનો સંગ્રહ છે. જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 33.15% પાણીનો સ્ટોક ઉપલબ્ધ હતો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના તમામ પ્રકારના ડેમની કુલ સંખ્યા 3,267 છે. જેમાં 141 મોટા ડેમ, મધ્યમ ડેમો 258 અને નાના ડેમો 2,868 છે.
