ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડના નામ મરાઠી કરવાના નિર્ણય બાદ હવે ઠાકરે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મહાવિકાસગાડી સરકારે રાજ્યમાં મંત્રીઓના બંગલાના નામ બદલવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રના કિલ્લાઓની ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા અને લોકોને તેના વિશે માહિતગાર કરવા માટે મંત્રીઓના બંગલાને કિલ્લા તરીકે નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે. તે મુજબ મંત્રીઓના સરકારી બંગલાઓનું નામ બદલવામાં આવ્યું છે. તે મુજબ આદિત્ય ઠાકરેના સરકારી બંગલાનું નામ ‘રાયગઢ’ રાખવામાં આવ્યું છે. જિતેન્દ્ર આવ્હાડનો બંગલો ‘શિવગઢ’ તરીકે ઓળખાશે અને અમિત દેશમુખનો બંગલો હવે ‘જંજીરા’ તરીકે ઓળખાશે. વિજય વડેટ્ટીવારનો બંગલો ‘સિંહગઢ’, વર્ષા ગાયકવાડનો બંગલો ‘પાવાગઢ’, હસન મુશ્રીફનો ‘વિજયદુર્ગ’, ઉદય સામંતનો ‘રત્નસિંધુ’ વગેરે નામ કરણ કરવામાં આવવાના છે.