Site icon

મહારાષ્ટ્રમાં વીજ કટોકટી ગંભીર. રાજ્યમાં સર્જાયેલી કોલસાની અછત. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કોલસાને લઈને કહી મોટી વાત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉનાળા(summer)માં આગામી દિવસમાં વીજળીની(Electricity) ડિમાન્ડ વધવાની છે ત્યારે જ મહારાષ્ટ્ર(Maharashtra) ગંભીર વીજ કટોકટી(power shortage)નો સામનો કરી રહ્યુ છે. રાજ્યના અનેક જિલ્લામાં આઠ કલાક સુધીનું લોડ શેડિંગ(load shedding) ચાલી રહ્યું છે. વીજ કટોકટી માટે કોલસા(coal shortage)ની અછતને કારણે માનવામાં આવી રહ્યુ છે ત્યારે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારે(Deputy CM Ajit Pawar) વિદેશથી કોલાસો આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહ્યું છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં વીજળીની ગંભીર કટોકટી સર્જાઈ છે. કોલસાની પણ અછત સર્જાઈ છે ત્યારે અજીત પવારે કહ્યું હતું કે દેશના ઘણા રાજ્યોમાં પૂરતો કોલસો મળતો નથી. રાજનીતિ કરવાનો વિષય નથી, પરંતુ કોલસાની અછત છે એ હકીકત છે. લોડ શેડિંગ(Load shedding) મુદ્દે કેબિનેટની બેઠક મળી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav thackeray) જાતે દર અઠવાડિયે તેની સમીક્ષા કરવાના છે. કોલસા(Coal)ની અછતને કારણે વિદેશમાંથી કોલસો આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ રાજ્ય સરકાર છત્તીસગઢમાં કોલસાની ખાણ લેવાનો પણ પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..

કોલસાની અછતને મુદ્દે અજીત પવારે(Ajit Pawar) કહ્યું હતું કે લોડ શેડિંગ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર છત્તીસગઢમાં કોલસાની ખરીદી માટે પ્રયાસો કરી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ મનની સરકાર છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી(congress Sonia Gandhi)એ પણ છત્તીસગઢ સરકારને આ બાબતે મદદ કરવા કહ્યું છે. 

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version