મહારાષ્ટ્રના મંત્રીનો અજબ દાવો : ક્રિકેટરો અને સેલિબ્રિટીને કારણે હોસ્પિટલમાં ખાટલા ભરેલા છે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 14 એપ્રિલ 2021

બુધવાર

મહારાષ્ટ્રમાં વૈદકીય સુવિધા કેમ કથળી ગઈ છે તે સંદર્ભે દક્ષિણ મુંબઈના પાલક મંત્રી અસલમ શેખ એ વિચિત્ર દાવો કર્યો છે. અસલમ શેખ નું કહેવું છે કે ક્રિકેટરો અને ફિલ્મ જગત સાથે જોડાયેલી વ્યક્તિઓ ને કોરોનાના હળવા લક્ષણો હોવા છતાં તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છે. આ રીતે લોકો મોટી હોસ્પિટલમાં બેડ બીઝી રાખશે તો સામાન્ય માણસને એડમિશન ક્યાંથી મળશે?

મંત્રીના આવા હંબક દાવા પર કોઈપણ સેલિબ્રિટીએ કમેન્ટ સુધા કરી નથી. જોકે મંત્રી પાસે એ સવાલનો જવાબ નથી કે મહારાષ્ટ્રમાં આટલો બધો કોરોના કેમ ફેલાયો?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More