News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના નેતા(Congress leader) અને ભૂતપૂર્વ સાંસદ મિલંદ દેવરાએ(miland Deora) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદે(Eknath Shinde) અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) સોશિયલ મીડિયાના(social media) માધ્યમથી પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મુંબઈ મહાનગરપાલિકાની(BMC Ward) વોર્ડની પુર્નરચના(Reconstruction of the ward) અને આરક્ષણને લઈને બહાર પાડવામાં આવેલી લોટરીને રદ કરવાની માગણી કરી હતી. તેમના પત્રની નોંધ લઈને દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં મુક્ત અને નિપક્ષ ન્યાયી ચૂંટણી(Fair Elections) યોજવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે.
કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ સોશિયલ મિડિયાના માધ્યમથી શિંદે અને ફડણવીસને ઉલ્લેખીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે તત્કાલિન રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુર્નરચના કરી હતી, તે સામે વાંધો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે ફેબ્રુઆરી 2022માં કરવામાં આવેલી પુર્નરચના સામે 800થી વધુ રાજકીય અને બિનરાજકીય લોકોના વિરોધ નોંધાયા હતા. તેની રાજ્ય સરકારે કોઈ નોંધ લીધી નહોતી.
મિલિંદ દેવરાએ પોતાના પત્રમાં એવો પણ આરોપ કર્યો છે કે એક પક્ષને ફાયદો થાય તે મુજબ વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે અને તે મુજબ આરક્ષણની લોટરી કાઢવામાં આવી છે. 2017માં કોંગ્રેસે જીતેલી પાલિકાની 30 જગ્યામાંથી 20 જગ્યાની ફેરરચના જાણીજોઈને અને ખોટી પદ્ધતિએ કરવામાં આવી છે. તેથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : સત્તા વગર પાણી વિનાની માછલી જેમ તડફી રહેલા એનસીપીના આ મોટા નેતાનું સૂચક નિવેદન-કહ્યું-થોડા દિવસ રાહ જુઓ ઉદ્ધવ ઠાકરે પોતે
આરક્ષણની લોટરીમાં પણ અનેક ખોટી રીતે આરક્ષણ કરવામાં આવ્યા છે. વોર્ડની રચના પણ 227માંથી 236 કરવા પહેલા જનગણના કરવી જોઈતી હતી. તેને બદલે 2011ની જનગણનાને અમલમાં મૂકવામાં આવી હતી, જે ખોટી પદ્ધતિ કહેવાય. તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વોર્ડની પુનરચના અને આરક્ષણને રદ કરો એવી માગણી મિલિંદ દેવરાએ કરી છે.
મિલિંદ દેવરાની તમામ ફરિયાદ અને આરોપ સાથેનો પત્ર બુધવારે સોશિયલ મીડિયા પર ટ્વિટરના માધ્યમથી તેમણે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને લખ્યો હતો. જેમાં દેવેન્દ્ર ફડણવીસે યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું, તેથી મુંબઈમાં મહાવિકાસ આઘાડી સરકારે(Maha Vikas Aghadi) કરાવેલી વોર્ડની પુનરચના રદ કરીને તેને ફરીથી કરાવવામાં આવશે કે શું એવા સવાલો થઈ રહ્યા છે.