Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મહેનત રંગ લાવી, રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા બમણી થઈ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં છેલ્લા થોડા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 10,219 નવા કેસ નોંધાયા છે, જેની સામે આજે 21,081 દર્દી સાજા થઈને પરત ઘરે ગયા છે. એટલે કે આજે નવા દર્દીઓની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 58,42,000 દર્દી કોરોનાગ્રસ્ત નોંધાયા છે, જેમાંના 55,64,348 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યા છે, જે સૂચવે છે કે રાજ્યનો કુલ રિકવરી રેટ 95.25 ટકા જેટલો થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 154 કોરોનાગ્રસ્તોનો ભોગ લેવાયો છે. અત્યારે રાજ્યનો મૃત્યુદર 1.72 ટકા જેટલો છે. હાલ રાજ્યમાં 12,47,033 વ્યક્તિ હોમ ક્વૉરેન્ટીન તો 6,232 વ્યક્તિ સંસ્થાત્મક ક્વૉરેન્ટીન છે. રાજ્યમાં અત્યારે કુલ 1,74,320 ઍક્ટિવ દર્દી છે. 

મહાવિકાસ આઘાડી સરકારમાં રહેલા અણબનાવે લીધો બાહોશ સરકારી અધિકારીનો ભોગ; મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનરની ફક્ત 12 મહિનામાં જ બદલી, જાણો વિગત

જોકે રાજ્યમાં પુણે જિલ્લામાં સારવાર હેઠળ સૌથી વધુ દર્દી છે. પુણેમાં 19,645 દર્દી અત્યારે સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં 17,591 તો થાણે જિલ્લામાં 16,655 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે ત્યારે ગોંદિયા જિલ્લામાં સૌથી ઓછા 445 દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 3,66,96,139 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version