ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
કોરોનાના નવા વેરિયન્ટે ભારતમાં પણ પગપેસારો કરી લીધો છે. મહારાષ્ટ્રમાં પણ ઓમીક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાહત પહોંચાડે એવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રનો પહેલો અને દેશનો ત્રીજો ડોંબીવલીનો ઓમીક્રોનનો દર્દી સાજો થઈને ઘરે પાછો ફર્યો છે.
મહારાષ્ટ્રના પહેલા કેસ રહેલા 33 વર્ષના આ યુવકને કલ્યાણના આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો. સારવાર બાદ આ દર્દી સંપૂર્ણપણે સારો થઈ ગયો છે. હોસ્પિટલથી તેને બુધવારે રજા આપવામાં આવી હતી. તેને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે, છતાં સાત દિવસ તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. આ યુવક દક્ષિણ આફ્રિકાથી દિલ્હી થઈને મુંબઈ આવ્યો હતો.
લો બોલો, વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરમાં ભાજપ પ્રમુખ સહિત ૨૦થી વધુ લોકોના પાકીટ ચોરાયા
કોવિડ રિપોર્ટ અને ઓમીક્રોનરિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ આ દર્દીમાં કોઈ ગંભીર લક્ષણો જણાયા નહોતા. છતા તકેદારીના પગલારૂપે આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ હતા. એ સાથે જ 27 નવેમ્બરથી તેને કલ્યાણ-ડોંબિવલીના ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન બે વખત તેની કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી. બંને ટેસ્ટમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને બુધવારે સાંજે હોસ્પિટલથી રજા આપવામા આવી હતી.
