Site icon

અકોલામાં ભાજપે ચમત્કાર કર્યો! રાષ્ટ્રવાદી, શિવસેના અને કોંગ્રેસના 80 મત ફૂટ્યા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં નાગપૂરની સાથે જ અકોલા –બુલઢાણા-વાશિમ મતદારસંઘની વિધાનપરિષદની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ બેઠક પર મહાવિકાસ આઘાડીના 80 મત ફૂટી જતા ભાજપે મોટી જીત હાસિલ કરી હતી. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર હોવા છતાં અકોલાની બેઠક પર 80 મત ફૂટી જતા તેમની માટે શરમજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.

નાગપૂરની માફક જ અકોલામાં પણ  ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર હતી, કારણ કે ભાજપ સામે શિવસેનાના સતત ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા ગોપીકિશન મેદાનમાં ઉતર્યા હતા. છતાં ભાજપ રાજયની મહાવિકાસ આઘાડીના શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના 80 મતને ફોડીને અકોલાની બેઠક પોતાની તરફ કરવામાં સફળ રહી હતી. 

શું ઓમિક્રોનનો એપિસેન્ટર બનશે મહારાષ્ટ્ર? રાજ્યના આ ભાગમાં નવા 2 કેસ નોંધાયા; રાજ્યમાં નવા વેરિઅન્ટના દેશના 50% કેસ 

ભાજપના વસંત ખંડેલવાલે  શિવસેના વિધાનસભ્ય ગોપીકિશન બાજોરિયાને હરાવી દેતા મહાવિકાસ 
આઘાડીના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ભાજપના વસંત ખંડેલવાલને 443 તો ગોપીકિશનને 334 મત મળ્યા હતા. ચૂંટણીમાં 31 મત ગેરલાયક ઠર્યા હતા. ભાજપે લગભગ 109 મતોથી શિવસેનાના ઉમેદવારનો પરાજય કર્યો છે. સતત ત્રણ ટર્મ સુધી વિધાનસભ્ય રહેલા અને ચોથી વખત ચૂંટણી લડી રહેલા ગોપીકિશન બાજોરિયા માટે આ હાર આંચકાજનક રહી હતી.  

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version