સનસનાટી ફેલાઈ : વિધાન પરિષદમાં દેવેન્દ્ર ફડનવીસે કહ્યું આ પોલીસ અધિકારી નું નામ મનસુખ હિરણ હત્યાકાંડમાં સંડોવાયેલું છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

09 માર્ચ 2021 

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે ગાડી મળી તેના માલિક મનસુખ હિરણ ની હત્યા આખરે કોણે કરી? આ સંદર્ભે અફવાઓનું બજાર ગરમ છે ત્યારે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં સનસનાટી ફેલાવી દીધી છે.

દેવેન્દ્ર ફડણવીસે વિમળા મનસુખ હિરણ નું સ્ટેટમેન્ટ સભાગૃહમાં વાંચી સંભળાવ્યો. વિમળાબહેન એ આ સ્ટેટમેન્ટ પોલીસ સ્ટેશનમાં લખાવ્યું છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પતિ મનસુખ હિરણ ની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા કરનાર વ્યક્તિ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે છે. આ આરોપ લાગતા ની સાથે જ જબરજસ્ત હંગામો સર્જાયો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *