ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
ઝારખંડ ખાતે માઓવાદીઓએ 24 કલાક બંધના એલાનની જાહેરાત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં આજે માઓવાદીઓનું ઝારખંડ બંધ છે.
બંધ દરમિયાન માઓવાદિઓએ ચાઈબાસામાં રેલ ટ્રેક પર લેન્ડમાઈન્સ લગાવીને વિસ્ફોટ કર્યો હતો. જેના કારણે હાવડા-મુંબઈ રેલ રુટની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
આ ઘટના પછી રેલવે પ્રશાસન એક્ટિવ થઈ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે.
રેલવેની ટીમે ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. રેલવે ટ્રેક પર બ્લાસ્ટના કારણે ઘણી ટ્રેનોના રુટ ડાઈવર્ટ કરવા પડ્યા છે.
નોંધનીય છે કે નક્સલવાદી નેતાઓ પ્રશાંત બોઝ અને શીલાની મુક્તિની માંગ કરી રહેલા નક્સલવાદીઓએ લાંબા સમય બાદ ફરી એકવાર રેલવે લાઈનને નિશાન બનાવ્યું છે.