News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) બાદ હવે મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મસ્થળ(Shrikrishna Janmabhoomi) પાસે આવેલી પ્રસિદ્ધ શાહી ઇદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) સીલ કરવાની અરજી સિવિલ કોર્ટે (civil court) સ્વીકારી લીધી છે.
કોર્ટે આ મામલાની સુનાવણી(Hearing) માટે 1 જુલાઇની તારીખ નક્કી કરી છે.
મથુરાની કુલ 13.37 એકર જમીનના માલિકાના હકને લઇને સિવિલ કોર્ટમાં પહેલા જ એક કેસમાં સુનાવણી ચાલી રહી છે.
આ જમીનમાંથી 11 એકર જમીન મંદિર(Temple) પાસે છે અને બાકી ઇદગાહ પાસે છે.
ઉલ્લેખનીય છે કે એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે(Advocate Mahendra Pratap Singh) મથુરા સિવિલ જજ(Civil Judge) સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે શાહી ઇદગાહ પર સુરક્ષા વધારવા, ત્યાં અવરજવર પર પ્રતિબંધ અને સુરક્ષા અધિકારીની(security officer) નિમણૂક કરવાની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના આ 4 સાગરીતોની અહીંથી કરી ધરપકડ