ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્ર સરકારે ગઢચિરોલી જિલ્લામાં શનિવારે થયેલા નક્સલી એન્કાઉન્ટરમાં સામેલ તમામ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે આત્મસમર્પણ કરેલા નક્સલવાદીઓના પુનર્વસન માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ પોલીસનું મનોબળ વધારવાનો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર ગઢચિરોલીના સર્વાંગી વિકાસ માટે નક્કર પગલાં લઈ રહી છે અને જિલ્લો નક્સલી પ્રભાવથી દૂર થઈને મુખ્ય વિકાસ પ્રવાહ તરફ આગળ વધી રહ્યો છે.
ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ મહિલાઓ સહિત કુલ 26 નક્સલીઓ માર્યા ગયા હતા.
આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી પાંચ એકે-47 રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.
કંગના રાણાવતના આઝાદી ઉપરના વિવાદાસ્પદ નિવેદનને આ પીઢ અભિનેતાએ આપ્યો ટેકો; સમર્થનમાં આવું કહ્યું