ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
મહારાષ્ટ્ર સો કરોડ રૂપિયાની વસૂલી નો મામલો જે રીતે ગરમ થઇ રહ્યો છે તેનાથી લાગી રહ્યું છે કે ભાજપ હવે સત્તા મેળવવા તલપાપડ છે. આ ઉપરાંત દિવસો દરમિયાન જે ઘટનાક્રમ થયા છે તેનાથી અનેક લોકોને લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આવી શકે છે. આ સંદર્ભે દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય ગૃહ સચિવ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલને મળી ચૂક્યા છે. વધુમાં થાણાની કોર્ટે એટીએસ પાસેથી તપાસ નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીને સોંપવાનું કહ્યું છે. આ પરિસ્થિતિ પરથી એવું લાગે છે કે આવનારા દિવસોમાં જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધશે. વસૂલી કાન્ડ માં દરેક મોટા લોકોના નામ સામે આવશે. તેમજ આ તપાસ જેટલી આગળ વધશે કેટલા સમયમાં પાંચ રાજ્યોની ચૂંટણી પતી જશે.
ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઓપરેશન કમળ શરૂ થાય તેવી ચર્ચા છે. આ સંદર્ભે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુધીર મુણગુટ્ટીવારે એક સૂચક નિવેદન પણ કર્યું છે.
હવે જોવાનું એ રહે છે કે રાજ્યપાલ શું પગલા ઉચકે છે.
