ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈ NCBની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈ NCBની ટીમે જલગાંવ જિલ્લાના એરંડોલ ગામ પાસે 1,500 કિલો ગાંજા જપ્ત કર્યો છે, આ કાર્યવાહીમાં 2 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લાવવામાં આવી રહ્યો હતો.
જો કે માલ ક્યાં લઈ જવાતો હતો તે જાણી શકાયું નથી. સાથે આ ગેંગમાં કોણ કોણ સામેલ છે અને તેના તાર ક્યાંથી જોડાયેલા છે તે પણ જાણી શકાયું નથી.
હાલ NCBની ટીમ આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.