ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા કાઢવામાં આવેલી જન આશીર્વાદ યાત્રા પર મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરી છે.
મુંબઈ પોલીસે ભાજપના કાર્યકરો અને યાત્રાના આયોજકો સામે વધુ 19 FIR નોંધી છે.
FIRમાં પોલીસે ભાજપના કાર્યકરો અને યાત્રાના આયોજકો પર કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં કુલ 36 FIR નોંધી છે
પોલીસનું કહેવું છે કે હવે મુંબઈમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ રીતે નિયમોની અવગણના અહીં ફરી પરિસ્થિતિ બગાડી શકે છે.
મહારાષ્ટ્ર સરકારના 'બ્રેક ધ ચેઇન' અભિયાન હેઠળ, લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પરંતુ ગઈકાલની જન આશીર્વાદ યાત્રામાં આ નિયમોનું પાલન થયું ન હતું .
ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેએ ગુરુવારે મુંબઈ એરપોર્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાણેએ એરપોર્ટ નજીક આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવીને યાત્રા શરૂ કરી હતી.
કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ મહારાષ્ટ્રના આ સાંસદ થયા કોરોનાગ્રસ્ત.. જાણો વિગતે