Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંંગ્રેસના વધુ એક નેતાને ED નો ફટકોઃ આટલા કરોડની માલમત્તા જપ્ત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

 સરકારના વિવિધ મંત્રીઓ પાછળ ડિરેક્ટોરેટ ઓફ રિકવરી (ED) હાથ ધોઈને પડી ગઈ છે. એનસીપીના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી નવાબ મલિકની થોડા દિવસો પહેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ED ને હાથે  અન્ય મંત્રી ચઢી ગયા છે.અહેમદનગરના એનસીપીના નેતા અને ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરેની નાગપુરમાં રામ ગણેશ ગડકરી સુગર ફેક્ટરીની 13.41 કરોડ રૂપિયાની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. અપરાધ શાખાએ ઓગસ્ટ 2019માં કેસ દાખલ કર્યા પછી, EDએ પ્રાજક્તા તાનપુરેની સુગર ફેક્ટરીની તપાસ શરૂ કરી હતી. તનપુરેનો જવાબ ગયા વર્ષે ડિસેમ્બરમાં નોંધવામાં આવ્યો હતો. આ તપાસ ચાલી રહી છે ત્યારે હવે EDએ તનપુરે સામે PMLA મુજબ કાર્યવાહી કરી છે અને મિલકત જપ્ત કરી છે.

EDએ ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરેની નાગપુરમાં આવેલી રામ ગણેશ ગડકરી સુગર ફેક્ટરીની 90 એકર જમીન જપ્ત કરી છે. અન્ય 4.6 એકર જમીન પણ જપ્ત કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે રાજ્ય સહકારી બેંક દ્વારા ખાંડની ફેક્ટરી નજીવા દરે તાનપુરે સાથે જોડાયેલી કંપનીને વેચવામાં આવી હતી.

રાજકીય નેતાઓ સામે એક્શન, દિલ્હી હાઈકોર્ટે આ મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને મોકલી નોટિસ; પૂછ્યો આ સવાલ

કેન્દ્રની વિવિધ તપાસ એજન્સીઓએ રાજ્ય સરકારના અનેક મંત્રીઓ સામે કાર્યવાહી કરી છે. એનસીપી પાસે સૌથી વધુ મંત્રીઓ છે. એનસીપી નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મહિનાઓથી કસ્ટડીમાં છે. નવાબ મલિકની પણ થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી છે અને તે EDની કસ્ટડીમાં છે. જે બાદ હવે કાર્યવાહી હાથ ધરનાર પ્રાજક્તા તનપુરે રાજ્ય મંત્રી પદની જવાબદારી સંભાળે છે અને તેઓ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના નજીકના સંબંધી પણ છે.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version