Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે

Maharashtra Weather હવામાન વિભાગ (IMD) નો મોટો અંદાજ, ચોમાસું નબળું પડતાં વાતાવરણ કોરું રહેશે, માત્ર છૂટાછવાયા હળવા ઝાપટાની શક્યતા

Maharashtra Weather  રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે

Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Maharashtra Weather Forecast Next 7 Days મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી બેહાલ થયેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. પુણે વેધશાળા (Pune IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આગામી ૬ થી ૭ દિવસ સુધી મુંબઈ (Mumbai), પુણે (Pune) સહિત મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ સંપૂર્ણપણે વિશ્રામ લેશે. રાજ્યમાં વરસાદ માટે કોઈ સાનુકૂળ વાતાવરણ ન હોવાને કારણે હાલ કોઈ પણ પ્રકારનો એલર્ટ (No Rain Alert) જાહેર કરવામાં આવ્યો નથી અને હવામાન મુખ્યત્વે કોરું રહેશે.

Maharashtra Weather – મુસળધાર વરસાદ બાદ બ્રેક, મુંબઈ-ઠાણે પરિસરમાં ભેજનું પ્રમાણ વધ્યું

ચાલુ મહિનાની શરૂઆતમાં જ મુંબઈ, ઠાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, રાયગઢ અને પાલઘર જેવા વિસ્તારોને તોફાની વરસાદે ધમરોળી નાખ્યા હતા. જોકે, છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ બંધ થતાં જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાં આદ્રતા (Humidity) એટલે કે બફારો અચાનક ખૂબ વધી ગયો છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, આગામી સપ્તાહ દરમિયાન મુંબઈમાં તાપમાનનો પારો વધશે અને તે આશરે ૩૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની શક્યતા છે.

Maharashtra Weather – દરિયાકાંઠાના વિસ્તારોમાં સૂર્યનો પ્રકોપ, તાપમાનમાં નોધપાત્ર ઉછાળો

ચોમાસાની સીઝન વચ્ચે કોંકણ વિભાગમાં (Konkan Region) પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ડહાણુ અને અલીબાગ જેવા દરિયાકાંઠાના કેન્દ્રો પર મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં આશરે ૨.૭ થી ૩.૩ ડિગ્રી જેટલું વધારે છે. આ સિવાય મધ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વરસાદ ગાયબ થતાં જ ખેડૂતો અને સામાન્ય જનજીવન પર ગરમીની સીધી અસર જોવા મળી રહી છે.

Maharashtra Weather – વિદર્ભમાં પારો ૩૬ ડિગ્રીને પાર, માત્ર છૂટાછવાયા હળવા ઝાપટાની આગાહી

મહારાષ્ટ્રના વિદર્ભ (Vidarbha) પંથકમાં હાલ રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં ચંદ્રપુર ખાતે પારો ૩૬ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ભલે આગામી ૭ દિવસ માટે ભારે વરસાદનો કોઈ એલર્ટ નથી, પરંતુ સ્થાનિક વાદળછાયા વાતાવરણને કારણે કેટલાક જિલ્લાઓમાં તુટક-તુટક અથવા સામાન્ય હળવો વરસાદ (Light Showers) પડી શકે છે. પ્રશાસને નાગરિકોને અચાનક વધેલા આ ઉકળાટ અને ગરમી સામે સાવચેત રહેવાની સલાહ આપી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Local Train Face Off ભયાનક અકસ્માતમાંથી બચાવ ચર્ની રોડ પર ટ્રેનો સામસામે આવી જતાં મુસાફરોમાં ફફડાટ…

Police Action At Abhijit Dipke Residence અભિજિત દીપકેના ઘરે પહોંચી પોલીસ દિલ્હીમાં ‘તિરંગા યાત્રા’ યોજાય તે પહેલાં મોટો એક્શન, અટકાયતની શક્યતા
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version