News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) છેલ્લા અનેક દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ પર હવે પડદો પડી ગયો છે. એકનાથ શિંદેએ(Eknath Shinde) મુખ્ય પ્રધાન(Chief Minister) તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાયબ મુખ્ય પ્રધાન(Deputy Chief Minister) તરીકે શપથ લીધા હતા. એ સાથે જ હવે લાગે છે રાજ્કીય બદલો લેવાનું શરૂ થઈ જશે.
શિવસેનાના નેતાઓને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) નોટિસો આવવાનો સિલસિલો ચાલુ જ છે. તાજેતરમાં શિવસેનાના સાંસદ(Shivsena MP) અને પ્રવક્તા સંજય રાઉતને(Sanjay Raut) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) તરફથી હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના અધ્યક્ષ શરદ પવારને(Sharad Pawar) પણ સરકારી એજન્સી ઈન્કમ ટેક્સની(government agency income tax) નોટિસ આવી છે. શરદ પવારે પુણેમાં એક પત્રકાર પરિષદ(Press conference) યોજીને કહ્યું હતું કે તેમને આવકવેરાની નોટીસ મળી છે.
આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેએ સીએમ બનતાની સાથે જ બદલી ટ્વિટર પ્રોફાઈલ- ઉદ્ધવ ઠાકરેને આપ્યો આ સંદેશ-જુઓ નવા મુખ્યમંત્રીનું નવું ડીપી
મળેલ માહિતી મુજબ આવકવેરા વિભાગે 2004, 2009, 2014 અને 2020ની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના એફિડેવિટ અંગે NCPના સર્વેસર્વા શરદ પવારને નોટિસ મોકલી છે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિ(Oath Ceremony) બાદ શરદ પવારે પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે આજે ફરી એકવાર જોવા મળ્યું કે દિલ્હીના અદ્રશ્ય હાથ કેવી રીતે કામ કરે છે. એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારવાની સૂચના આપવામાં આવી છે.