Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉત બાદ હવે શરદ પવારનો નંબર- ઇન્કમટેક્સ વિભાગે આ મામલે મોકલી નોટિસ- જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) છેલ્લા અનેક દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ પર હવે પડદો પડી ગયો છે. એકનાથ શિંદેએ(Eknath Shinde) મુખ્ય પ્રધાન(Chief Minister) તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાયબ મુખ્ય પ્રધાન(Deputy Chief Minister) તરીકે શપથ લીધા હતા. એ સાથે જ હવે લાગે છે રાજ્કીય બદલો લેવાનું શરૂ થઈ જશે. 

Join Our WhatsApp Channel

શિવસેનાના નેતાઓને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) નોટિસો આવવાનો સિલસિલો ચાલુ જ છે. તાજેતરમાં શિવસેનાના સાંસદ(Shivsena MP) અને પ્રવક્તા સંજય રાઉતને(Sanjay Raut) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) તરફથી હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના અધ્યક્ષ શરદ પવારને(Sharad Pawar) પણ સરકારી એજન્સી ઈન્કમ ટેક્સની(government agency income tax) નોટિસ આવી છે. શરદ પવારે પુણેમાં એક પત્રકાર પરિષદ(Press conference) યોજીને કહ્યું હતું કે તેમને આવકવેરાની નોટીસ મળી છે. 

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેએ સીએમ બનતાની સાથે જ બદલી ટ્વિટર પ્રોફાઈલ- ઉદ્ધવ ઠાકરેને આપ્યો આ સંદેશ-જુઓ નવા મુખ્યમંત્રીનું નવું ડીપી

મળેલ માહિતી મુજબ આવકવેરા વિભાગે 2004, 2009, 2014 અને 2020ની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના એફિડેવિટ અંગે NCPના સર્વેસર્વા શરદ પવારને નોટિસ મોકલી છે. 

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની શપથવિધિ(Oath Ceremony) બાદ શરદ પવારે પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે આજે ફરી એકવાર જોવા મળ્યું કે દિલ્હીના અદ્રશ્ય હાથ કેવી રીતે કામ કરે છે. એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારવાની સૂચના આપવામાં આવી છે. 
 

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version