News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCB) અધ્યક્ષ બ્રાહ્મણ વિરોધી છે, તેઓ નાસ્તિક છે એવી જાત-જાતની તેમના વિશે ચર્ચા થતી હોય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ(MNS) પણ તેઓ મંદિરમાં જતા નથી કરીને તેમની ટીકા હતી. તાજેતરમાં શરદ પવાર(Sharad Pawar) પુણેમાં પ્રખ્યાત દગડુશેઠ ગણપતિ મંદિરના(Dagdusheth Ganapati Temple) પરિસરમાં ગયા હતા. પરંતુ મંદિરમાં અંદર નહીં જતા બહારથી જ દર્શન કરીને નીકળી ગયા હતા. તેથી ફરી તેમની ટીકા કરવામાં આવી હતી.
શુક્રવારે શરદ પવાર પુણેના દગડુ શેઠ મંદિરના પરિસરમાં ગયા હતા. મંદિરના ટ્રસ્ટીઓએ(trustees of the temple) પણ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું, પરંતુ તેઓ મંદિરમાં અંદર જવાને બદલે બહારથી દર્શન કરીને નીકળી ગયા હતા. તેથી ફરી ટીકા થવા માંડી હતી.
આ સમાચાર પણ વાંચો : આગ્રાના તાજમહેલ ખાતે મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરાઈ.. પોલીસે 4 પર્યટકોની કરી ધરપકડ, જાણો શું છે કારણ..
છેવટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પુણેના અધ્યક્ષ પ્રશાંત જગતાપે(Prashant Jagtap) સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, શરદ પવારે માંસાહાર કર્યો હોવાથી તેઓ મંદિરની અંદર દર્શન કરવા ગયા નહોતો અને બહાર દરવાજા પરથી દર્શન કરીને પાછા ફર્યા હતા. રાષ્ટ્રવાદની સ્પષ્ટતા બાદ પણ જોકે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.